- બે કામદારો માટી ધસી પડતા દબાયા..
ભરૂચના બંબાખાના વિસ્તારના ગેલાની તળાવ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા ડ્રેનેજની પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન એકાએક માટી ધસી પડતા ત્યાં ખોદકામ કરી રહેલા બે કામદારો દટાયા હતા.
પાઇપ લાઇન માટે ખોદકામ કરતા બે કામદારો માટી નીચે દબાઇ જવાની ઘટના બહાર આવતા જ બંબાખાના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનામાં બે કામદારો માટીમાં દટાયાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલા સહિત પાલિકાના અધિકારીઓ ફાયર ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માટી નીચે દબાયેલા બે કામદારોને બહાર કાઢવા રેશ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં માટી નીચે દબાતા ગંભીર ઘાયલ બંન્નેવ કામદારોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.