આમોદમાં રબારીવાડમાં આવેલ મેલડી માતાના મંદિરે શંકરભાઇ રબારી ભુવાજી દ્વારા વર્ષોથી માતાની સેવા કરવામાં આવે છે.માતાના મંદિરે ભક્તો આસ્થાભેર આવે છે.તેમજ માઇ ભક્તો શ્રધ્ધાભેર શીશ ઝુકાવી માતાના આશીર્વાદ મેળવતા હોય છે.આમોદમાં રબારીવાડ ખાતે આવેલા લાખા ભાયજીની મેલડી માતાના મંદિરે અનોર ગામના વિદ્વાન પંડિત દિનેશભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

યજ્ઞમાં નવદંપતિએ પુંજા અર્ચનનો લાભ ધન્યતા આનુભવી હતી.સાંજે પાંચ કલાકે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.માતાજીના મંદિરના પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ નિમિત્તે શંકરભાઇ રબારી ભુવાજી દ્વારા સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમોદ નગર તેમજ આસપાસના ગામલોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો.આ ઉપરાંત રાત્રીના સમયે માતાજીના મંદિરે લીલુડો માંડવો પણ યોજાયો હતો.જેમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here