વડિયા ગામના સ્થાનિક લોકોનાં ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓના પ્રાધા જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ કરવા માટે ખોટી રીતે ફેરફાર કરવાની જે ગતીવીધી ચાલી રહી છે તેને તાત્કાલિક ધોરણે અટકાવવા બાબત મામલતદારને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો.
વડિયા ગામના ગામ લોકોનું આ લેખિતમાં નિવેદનમાં જણાવ્યું છે કે તેમના ગામમાં BLO શિક્ષક દ્વારા ઘરે ઘરે જઇને જરૂરી પુરવામાં ફેરફાર કરવા માટે આવે છે તે બિલકુલ અયોગ્ય છે. કયા કારણોસર, કયા હેતુ માટે અને કોની સુચનાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ? જે બાબતથી તેઓ અજાણ છે. આ ખૂબ જ ગંભીર બાબત હોઇ. તેમના અગત્યના તમામ રેકોર્ડમાં અમારા આધાર પુરાવાઓમાં કેવડિયાગામ તાલુકો ગરૂડેશ્વર , જિલ્લોઃ – નર્મદા છે. તે બરાબર જેમાં તેઓ કોઇ પણ પ્રકારનો સુધારો ઈચ્છતા નથી અને અરજીમાં જણાવેલ ખોટી પ્રવૃત્તિઓનો વિરોધ નોંધાવ્યો હતો.
વધુમાં (૧) કોઠી (કેવડીયા) ગૃપ ગામ પંચાયત દ્વારા રેલ્વેસ્ટેશનના નામકરણ પૂરતો જે ઠરાવ કરવામાં આવ્યો છે. (૨) કોઠી (કેવડીયા) ગૃપ પંચાયત દ્વારા પેસા એક્ટ મુજબ ગ્રામ સભામાં સર્વ સમતિથી એકતા નગરમાં સમાવેશ કરવામાં અને દસ્તાવેજ પુરાવાઓમાં ફેરફાર કરવા માટે અસહમતી દર્શાવી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેની કોપી પણ આ નિવેદન સાથે સામેલ કરી હાલમાં ચાલતી આ કાર્યવાહીનો સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમના મતે વર્ષોથી ચાલતી આવતી તેમની રૂઢી પરંપરા, પ્રણાલી, સંસ્કૃતિ અને જે રીત-રિવાજથી જીવી રહ્યા છે તેમાંજ તેઓ ખુશ છે.