ગુજરાત રાજ્ય યોગબોર્ડ ભરૂચ જિલ્લા કો ઓર્ડિનેટર ભાવિની ઠાકર દ્વારા જંબુસર નગર અને તાલુકાની જનતામાં યોગ અંગે જાગૃતિ આવે અને આગામી ૩૦/૪/૨૨ ના રોજ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંગે બેઠક યોજાઈ જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
૨૧ જૂન એટલે ઇન્ટરનેશનલ યોગ દિવસ જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યોગને મહત્ત્વ આપી સમાજના દરેક વ્યક્તિ યોગ કરતા થાય તથા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને યોગમય બનાવવા પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તાર સહિત છેવાડાનો માનવી યોગમય બની દરેક વ્યક્તિ યોગ કરી યોગ થકી વ્યક્તિને શારીરિક માનસિક આધ્યાત્મિક ફાયદા થાય છે તે માટે ગુજરાતને યોગ બનાવવા ના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લા કોર્ડીનેટર ભાવિની ઠાકર દ્વારા સરસ્વતી વિદ્યાલય ખાતે જંબુસર શહેરના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં યોગ લીડર અર્પણા બિલ્લોરે શીતલ પ્રજાપતિ કોમલ ઓઝા કૌશિક પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.જંબુસર શહેર અને તાલુકાની કઇ રીતે યોગમય બનાવી જનજાગૃતિ અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જંબુસર પંથકને સોટકા યોગમય બનાવીશું તેવો સંકલ્પ કરાયો હતો તથા જંબુસર શહેર અને તાલુકામાં કોચ અને ટ્રેનરની નિમણુકો કરવાની હોય તે અંગે વાતચીત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિલેશભાઇ ભાવસાર મનનભાઈ પટેલ વિશાલભાઇ પટેલ સંજયભાઈ પટેલ કૌશલ્યાબેન દુબે અર્ચના પુરાણી સહિત અગ્રણી ભાઈ બહેનો હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર