ભરૂચના મધ્યભાગમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાશ્રમ સંસ્થાની સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ થયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રવેશ લીધેલ પહેલી બેચની ૩૦ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ આપી હતી. આ વેળાએ સેવાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોકટર્સ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.