ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર પાસે આવેલ મેદાન ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સહિતના મંડળો દ્વારા ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા, HTAT સંવર્ગનો OP રદ્દ કરવા અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓને 4200 ગ્રેડ-પે સહિતના પ્રશ્નોને લઇ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ ધરણા પ્રદર્શન બાદ શિક્ષકો દ્વારા ભરૂચના શકતીનાથ સર્કલ થી એક વિશાળ મૌન રેલી કાઢી કલેકટરાલય પહોંચી અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું. જેમાં પ્રવીણ બી.સોલંકી સહિત વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ કર્મચારીઓ જોડાયા હતા.