ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન મુજબ તા- ૦૪/૦૧/ર૦રર ના રોજ ભરૂચ જીલ્લામાં હાથમાં ધારીયા જેવા પ્રાણઘાતક હથિયારો લઈ મોટર સાયકલો ઉપર જાહેરમાં યુવાનોએ કેબલ બ્રીજ ઉપર સ્ટન્ટ કર્યા અંગેનો વિડીયો વાયરલ થયો હતો.
જે વાયરલ વિડીયોના આધારે ભરૂચ જીલ્લાના પોલીસ માણસોની ટીમો બનાવી સ્ટન્ટ કરનાર ચારેવ ઇસમો અસ્ફાક યાકુબ માલા રહે- સીતપોણ લીમડી ચોક સ્ટ્રીટ તા.જી.ભરૂચ, ડે્યાઝ હનીફ સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચ, મુબારક સફીક સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચના તથા ઇર્ષાદ જુસબ સિંધી હાલ રહે- વરેડીયા કાસીમ પાર્ક તા.જી.ભરૂચ મુળ રહે- સુરા સામળ તા. કરજણ જી. વડોદરાને બે બાઇક તથા હાથમાં ધારણ કરેલ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તમામને નસીયત કરવામાં આવે છે કે, જો કોઇ પણ ઇસમ દ્વારા આ રીતે જાહેરમાં હથિયારો ધારણ કરી લોકોમાં ભય ફેલાય તેવુ કૃત્ય કરવામાં આવશે તો તેઓના વિરૂધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની નોધ લેવા પણ જનતાને જણાવાયું છે.

