ગુજરાતમાંથી કુપોષણ દુર કરી બાળકોને સ્વસ્થ અને ઉજજવળ ભવિષ્ય મળે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા પોષણ પખવાડીયું ઉજવવામાં આવે છે. જે અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીંગર અનેજિલ્લા આયુર્વેદીક અધિક્ષક ભરૂચના માર્ગદર્શન મુજબ ભરૂચના નંદેલાવ ગામ ખાતે આજે આયુર્વેદ અને હોમિયોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આયુષની વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે એમોનીયા નિર્મુલન માટે આહારનું વૈવિધ્ય ઉપર વ્યાખ્યાન તથા આયુષ સારવાર નિદાન કેમ્પનું આયોજન હોમીયોપેથી દવાખાના નબીપુર, પરીયેજ,સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિર થકી ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ અને હોમિયોપેથી ટીમ દ્વારા સગર્ભા,ધાત્રી બહેનો,કુપોષિત બાળકોને એમોનીયા વિષે માર્ગદર્શન અપાયું હતું. સાથે નંદેલાવ આંગણ્વાડીના બાળકોને ચેકઅપ કરી તેમને જરૂરી દવા પણ વિનામુલ્યે આપવામાં આવી હતી.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જીલ્લા આયુર્વેદ અધિકારી વૈદ. વસંત પ્રજાપતિ, ડો. જયદીપ તલાટી, ડૉ. કેતન પટેલ, ડૉ રૂપલ તલાટી, વૈદ.ક્રિષ્નાબેને સેવા આપી હતી.