ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે આજે ગુરૂવારે જિલ્લા રોજગાર કચેરી બહાર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે 12 કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
જિલ્લા રોજગાર કચેરીની બહાર ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની નિષ્ફળતાના કારણે યુવાઓ બેરોજગાર બન્યા હોવાના આક્ષેપો સહ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આગેવાનો અને કાર્યકરોએ રાજ્ય સરકારનો હુરિયો બોલાવી પોલીસની દમનગીરીવાળી કામગીરીનો પણ વિરોધ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપને પણ ભાજપની બી ટીમ ગણાવી હતી. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, યુવા પ્રમુખ શકીલ અકુજી, યોગી પટેલ, શેરખાન પઠાણ, શરીફ કાનૂગો સહિતના લોકો જોડાયા હતા.