બીએપીએસ દ્વારા ગામેગામ મંદિરો બનાવી સમાજને નવો રાહ ચીંધે છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નોબાર ગામે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે. જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.મંદિરમાં મહંતસ્વામી મહારાજના કરકમળો વડે ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની સંગે મરમરની મનમોહક મૂર્તિઓ તથા ગણપતિજી હનુમાનજી ની મૂર્તિઓની વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ પૂજ્ય રાજેશ્વર સ્વામીના વરદ હસ્તે સંપન્ન થઈ હતી આ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં વિરાટ વૈદિક મહાપૂજા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સભા યોજાઈ હતી.
આ પ્રસંગે મંદિર દ્વારા આપણી મૂળ ઓળખ આતમા રીકે મજબૂત કરે છે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટ થયા અને અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના કાયમ માટે સાચવવા મંદિરોનું નિર્માણ કર્યું છે મનને શાંત કરે તે મંદિર એ સર્વોપરી શાંતિ આપે છે મંદિર એ ઉચ્ચ પરંપરા મૂલ્યોનું રક્ષણ કરે છે અને તેના થકી સદાચારી જીવનની પ્રેરણા મળે છે મંદિર એ ભગવાનની અનુભૂતિ માટેનું કેન્દ્ર છે તે ઉપર અનેક દ્રષ્ટાંતો થકી ઉપસ્થિત ભક્તજનોને મંદિરની મહત્ત્વતા સેવા અંગે પણ સમજણ સંતો દ્વારા આપવામાં આવી હતી મહોત્સવ પ્રસંગે પૂજ્ય રાજેશ્વર સ્વામી અટલાદરા કોઠારી ભાગ્યસેતુદાસ સ્વામી જ્ઞાનવીર દાસ સ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી સહિત સંતો હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર