આજરોજ અંકલેશ્વ૨ શહે૨ પોલીસ મથક વિસ્તા૨માં બનતા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અલગ-અલગ ટીમોની ૨ચના કરવામા આવેલી જે આધારે વાહન ચેકીંગ દરમીયાન બે વાહન ચોર યુવાનને 19 બાઇક, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપીપાડયા હતા.
અંકલેશ્વર શહેર પોલીસે ચેકીંગ વેળા 2 વાહન ચોરોને ઝડપી પાડી નવી બાઇક ચોરીના 19 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અંકલેશ્વર ચૌટા બજાર ખાતે પોલીસ કાફલો ચેકીંગમાં હતો. સુરવાડી બ્રિજ પરથી નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બે યુવાનો આવી રહ્યાં હતાં. તેમને અટકાવવાનો પ્રયાસ કરતા બન્ને એ વાહન હંકારી દીધું હતું.
પોલીસે પીછો કરી બંન્નેવને પકડી લેતા તપાસમાં તેમણે બાઇક ચોરીની કબૂલાત કરી હતી. આ રીઢા વાહન ચોર હાલ હિંગલોટ અને મૂળ અંકલેશ્વરના નઈમ ઉર્ફે સોનુ ઇકબાલ શેખ અને મોહંમદ ઉઝેર અબ્દુલ મજીદ શેખની વધુ પૂછપરછમાં તેઓએ 19 બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. બંનેવ આરોપી જાહેર રોડ સાઇટ ઉપરથી નવી બાઇકોની જ ચોરી કરતા હતા. શહેર પોલીસે બન્નેની ધરપકડ કરી 19 બાઇક, બે મોબાઈલ સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.