આજરોજ પિરામણ ગામના સામાજિક અગ્રણી અને સ્વર્ગીય અહેમદ પટેલના સુપુત્ર એવા ફૈઝલ પટેલના વરદ હસ્તે પ્રાથમિક શાળા, પીરામણ તા. અંકલેશ્વર ખાતે પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ સુવિધા આપવા માટે અંકલેશ્વરની નામાંકિત સન ફાર્મા કંપનીએ સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 3,50,000 જેટલો ખર્ચ બાળકોને શુદ્ધ પાણી મળે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાય તે માટે કરવામાં આવેલ છે.
આ સુવિધાનો ઉપયોગ શાળાના 550 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળનાર છે.આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે પિરામણ ગામના સામાજિક અગ્રણી અને સ્વર્ગીય એહમદ પટેલ સાહેબના સુપુત્ર ફૈઝલ પટેલ હાજર રહ્યા હતા.તમામ મહાનુભાવોનું સ્વાગત શાળાના આચાર્ય રાજુભાઇ પ્રજાપતિએ કરેલ હતું.