• દેડીયાપાડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની કેબિનમાં છત નાં પોપડા પડ્યા, મોટી જાનહાની ટળી
  • તાલુકા પંચાયત કચેરી ૬૦ વર્ષ જૂની, ચાર દિવસ પહેલા પણ કચેરીના બાથરૂમમાં છત નો એક ભાગ પડ્યો હતો

દેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ની કચેરી આવેલી છે જે અંદાજે 1960ની આસપાસ ના વર્ષ જૂની છે, અંદાજીત 62 વર્ષ જૂની છે ખુબ જ જર્જરીત થઈ ચૂકી છે. અઠવાડિયા પહેલાં જ એક ઘટના બની જેમાં તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા તેમની ચેમ્બર માંથી બાથરૂમ તરફ ગયા હતા. ત્યારે અચાનક જ છતનો એક ભાગનો મોટો ટુકડો તેમના ઉપર પડ્યો હતો, પરંતુ તેઓ સતર્ક બન્યા હતા. જેમાં તેમને નાની સરખી ઈજા થઈ હતી TDO સહિત ત્યાં કામ કરતા 30 થી 40 સ્ટાફના માણસો તથા રોજના હજારો માણસો આ ઓફિસ ની મુલાકાત લે છે. જેમના માટે પણ જીવનું જોખમ ઊભું થયું છે. વર્ષો પહેલા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી પ્રાંત કચેરી નવા બની ગયા, પરંતુ તાલુકા પંચાયત કચેરી હજુ સુધી મળી નથી જેના કારણે તમામ કર્મચારી અધિકારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.માટે તત્કાલ નવી ઓફીસમાં જૂનું કાર્યાલય ખસેડાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાએ ન્યુઝલાઇન રિપોર્ટર સર્જન વસાવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ઓફિસ ખૂબ જૂની છે અંદાજિત ૬૦ વર્ષ ઉપરની છે અને હું જ્યારે ચાર દિવસ અગાઉ બાથરૂમમાં ગયો હતો ત્યારે છત નો ભાગ અચાનક મારા ઉપર પડ્યો હતો મને નાની-મોટી ઇજા થઇ હતી, પરંતુ જીવ બચી ગયો હતો ખરેખર આ ઓફિસમાં બેસવું જોખમકારક છે. જેની અમે પણ કચેરીએ જાણ કરી છે કે જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ અને બીજું બિલ્ડીંગ મળે, નવી બિલ્ડીંગ બને તો તાલુકાની જનતાના જાનમાલને ફાયદો થાય

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here