- ઝઘડિયા GIDCમાંથી પ્રદુષિત પાણીનો ખાડીમાં નિકાલ થયો હોવાની આશંકા સાથે GPCBનું સર્ચ ઓપરેશન શરૂ
અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાડીમાં પ્રદુષિત પાણીથી અસંખ્ય માછલીઓના મોત થયા છે. પ્રદુષિત પાણી ઝગડીયા જીઆઈડીસીમાંથી આવ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો હતો. જીપીસીબીની ટીમે પ્રદુષિત પાણીના સેમ્પલ લીધા ઝઘડિયા જીઆઇડીસી માંથી પ્રદુષિત પાણી નો ખાડીમાં નિકાલ થયો હોવાની આશંકા સાથે જીપીસીબી ઝગડીયા જીઆઇડીસીમાં પણ સર્ચ કર્યું હતું. ફિશરી વિભાગને પણ જાણ કરાઈ હતી. ઝઘડીયા જીઆઇડીસી દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ ન થયો હોવાનું રજુઆત સામે આવી છે.
અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામ પાસેથી પસાર થતી ખાડીના પાણીનો ખેડૂતો સિંચાઈ તરીકે ઉપયોગ છે. અને ગામના પશુઓ પણ આ ખાડીનું પાણી પીતા હોય છે. પ્રદુષિત પાણી ને લઇ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી ઉભી થઇ છે. ઝઘડીયા જીઆઇડીસીને અડીને આવેલ ખાડી પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે.ગ્રામજનોએ આ અંગે સરપંચ યાકુબ અટનને જાણ કરી હતી અને સરપંચે અંકલેશ્વર જીપીસીબી ને જાણ કરતા જીઆઇસીબીની ટીમ તાત્કાલિક દોડી આવી પ્રદુષિત પાણી ના સેમ્પલ લીધા હતા. તેમજ મૃત માછલી ઓ અંગે ફીસરી વિભાગ ને પણ જાણ કરવામાં આવી હતી. આ અંગે ગામના સરપંચ યાકુબ અટન એ જણાવ્યું હતું કે ખાડી માં વારંવાર ઝઘડિયા જીઆઇડીસી તરફથી પ્રદુષિત પાણી આવી રહ્યું છે.જેને લઇ સિંચાઈ તેમજ અન્ય સમસ્યા ઉદભવી છે. આજે માછલાં ના મોત થતા જીપીસીબી ને જાણ કરી હતી. તેમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. ઘટનામાં જે પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી કરવા માંગ પંચાયત દ્વારા કરવામાં આવી છે.