ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કોરોનામાં મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા અપાતી માત્ર રૂ.૫૦ હજારની સહાયના સ્થાને આ સહાય રૂ.૪ લાખ આપવાનજોઇએની માંગ કરતું એક આવેદન કલેકટરાલય ખાતે પ્લેકાર્ડ અને બેનરો સાથે એકત્રીત થઈ સુત્રોચ્ચર કરી ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.
ભારતમાં દવાખાનાઓમાં અપૂરતી વ્યવસ્થા, દવા અને ઓક્સિજનના અભાવે કોરોના કાળમાં પીડિતો એ સ્વજનો ગુમાવ્યા. મહામારી કાયદા અંતર્ગત સરકારે કોરોના પીડિત પરિવારને ૪ લાખ આપવા જોઈએ, એ માંગ હેઠળ કોંગ્રેસ દ્વારા કોવિડ ૧૯ ન્યાય યાત્રા દ્વારા કોરોના પીડિત પરિવારોને ન્યાથ મળે એ માટે કાર્યકમો કરી સરકારની ઊંઘ ઉડાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને અંતે સુપ્રિમકોર્ટ દ્વારા સરકારને ફરજ પાડવામાં આવી ત્યારે સરકારે ૪ લાખના બદલે માત્ર ૫૦ હજાર ચૂકવવાનું નક્કી કર્યું.
કોંગ્રેસએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સરકારે કેટલાયે પરિવારોને હજુ આ વળતર ચૂક્વ્યુ નથી ત્યારે તત્કાલ પ્રભાવથી સરકાર દરેક કોરોના પીડિત પરિવારને 50 હજાર નહીં પણ ૪ લાખ ચૂકવે એ માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિપકભાઈ બાબરીયાની અદયક્ષતામાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, નાઝુ ફડવાળા, હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, અંકલેશ્વરના શરીફ કાનૂગા સહિતના આગવેનાઓએ મોટીસંખ્યમાં કલેકટરાલય ખાતે ઉપસ્થીત રહી પ્લેકાર્ડ અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી.