ગુજરાત રાજ્ય યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર અને નર્મદા જિલ્લા યુવક પ્રવૃત્તિ રમત-ગમત અધિકારીની કચેરી નર્મદા અને એ.એન બારોટ વિધાયલ ડેડીયાપાડા ના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે કલા મહોત્સવ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ૧૧ શાળાઓ માંથી કુલ ૨૨૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદ્દઘાટન ડેડીયાપાડા મામલતદાર આર.આર.ચૌધરી અને વિવિધ શાળાના આચાર્યો અને નર્મદા જિલ્લા આચાર્ય સંગના પ્રમુખ અને એ.એન.બારોટના આચાર્ય યોગેશભાઈ ભાલાણી એ કર્યું હતું, કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહથી અને જુદી જૂદી કૃતિ કુલ ૮ વિભાગમાં ભાગ લીધો હતો, જેમાં રાસ, ગરબા, આદિવાસી નૃત્ય, સમુહ ગીત , વકૃતવ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જે.સી.વસાવાએ કર્યું હતું.
સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા