The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આદિવાસી પટ્ટાના વિવિધ પ્રશ્નો અંગે ભરૂચ આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત, સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી

ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડયુલ વિસ્તારમાં 73એએની જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન,કવોરી-કસર રેતીની લીઝો,રેતીના સ્ટોકના ઢગલાઓ,સિલિકા પ્લાન્ટોની તપાસ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સાત દિવસનો કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ઝઘડીયા, નેત્રંગ, તાલુકો શિડયુલ વિસ્તારમાં આવે છે. અહી 73 એએની જમીનો ટ્રાન્સફરો, NA કે ભાડા પેટે કરીને પચાવી પાડી,ગેરકાયદેસર રીતે સ્ટોન કવોરી,કસરો ચલાવવામાં આવે છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટીફીકેટો પણ ન હોવા છતા ગેરકાયદેસર પરવાનગી ની જગ્યા છોડી,સરકારી પડતર ગૌચરો, જંગલની જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે છે.જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે.ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે.જેને તાત્કાલિક અસરથી બંધ કરાવવુ જોઈએ.

સાથે ઝઘડીયા તાલુકામાં 73 એએની જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ,રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ કરવામાં આવેલા છે.જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે.રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકશાન થાય છે.ભરૂચ જિલ્લાની ઝઘડીયા,અંકલેશ્વર,પાનોલી, દહેજ GIDCની કંપનીઓમાં સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે તેમ છતાંય સ્થાનિકો નોકરી નહિ લેવામાં આવતા અથવા જો લેવામાં આવે તો સારી જગ્યા પર મુકવામાં આવતા નથી એમનું શોષણ કરવામાં આવે છે.

ભૂસ્તર, ખાણ-ખનીજ વિભાગ, સ્ટોન કવોરી, ફર્સર, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉંઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે-રોક ટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહેલા છે.જેમાં સરકાર અને અહીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ માફિયાઓના પાપે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે.જેથી આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો, દિન-7 પછી, આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખૂલ્લા પાડવાના કામ જનતા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની...
error: Content is protected !!