ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તે બાબત ની જાણકારી માટેનો સેમીનાર કે. જે. ચોકસી લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યો.
આ સેમિનાર માં અમદાવાદના સોફ્ટ સ્કીલ ટ્રેનર પરેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સંવાદ યોજવામાં આવ્યો.પ્રથમ સેશનમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા કઈ રીતે મેળવવી તે માટે લેખન વાંચન માટેની વિવિધ ફોર્મ્યુલા અને ટેકનિક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી .
બીજા સેશનમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો જે અંતર્ગત પોતાના બાળકને માતા-પિતા એ પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તે માટે વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો. પોતાના બાળકના મિત્ર બની તેમના અભ્યાસમાં કઈ રીતે સાથ સહકાર અને મદદરૂપ થઈ શકે તે માટે વિવિધ એક્ઝામ્પલ આપી વિસ્તૃત સમજ આપવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.