અંકલેશ્વરથી વાલીયા તરફ હેવી ટ્રક ટ્રેલર કોંઢ અને વટારીયા ગામની વચ્ચે આવેલ નાળા ઉપર ચડતી વખતે ખાડાને લીધે વધુ તાકાત કરવા જતા એન્જિન બગડી ગયું હતું જેને લઇ ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ હતી.
ગ્લોબ ઇકોલોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડનું વોલ્વો ટ્રક ટ્રેલર GJ 01 DY 9221 આણંદથી 200 ટન વજનનું ટ્રાન્સફોર્મર 225 ટાયર વાળા ટ્રેલરમાં ભરી કર્ણાટકના બેંગલોર ખાતે જઈ રહ્યું હતું .જેણે અંકલેશ્વર થી નેત્રંગ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર હંકારી કોંઢ ગામથી આગળ વળાંક ઉપર કોતરના નાળા ઉપર પડેલા ઊંડા ખાડાને લીધે તેમ જ ટેકરો ચડાવતા ટ્રકને તાકાત કરતા એન્જિનમાં ખામી સર્જાઈ ગઈ હતી . આ 225 પૈડા વાળું ટ્રક ટ્રેલર નાળા ઉપર જ ફસાઈ ગયું હતું.
જેને લીધે તેને રસ્તામાં પડેલા ખાડાને કારણે ભારે નુકસાન થયું હતું અને નેત્રંગ તેમજ અંકલેશ્વર તરફથી આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી .અંકલેશ્વર નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોય પરંતુ માર્ગ અને મકાન વિભાગ વર્ષોથી નિંદ્રાધીન બેદરકાર થઈને લોકોને નુકસાન કરી રહ્યું છે .આ બાબતની આવનાર દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને વાહન ચાલકો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે.