The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ઝાડેશ્વર ખાતે જે. બી. મોદી વિધાલયમાં વિશ્વ યોગ દિવસ ૨૦૨૩ ઉજવાયો

જે. બી. મોદી વિધાલય, ઝાડેશ્વરમાં તા. ૨૧-૬-૨૦૨૩ ના રોજ “વિશ્વ યોગ દિવસ” ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ પ્રાચીન ભારતની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે.

ભારતીય સંસ્કૃતિનો અણમોલ વારસો છે. આ વારસાનું જતન અને સંવર્ધન થાય, વિધાર્થીઓ યોગનું મહત્વ સમજે અને તેનો લાભ મેળવી શકે એ હેતુથી સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાન નિયમિત રીતે દરરોજ કરાવવામાં આવે છે અને દર મહિનાની ૨૧ તારીખે ૧ કલાક યોગાસન કરાવવામાં આવે છે.

જેના પરિણામ સ્વરૂપ બધા જ વિધાર્થીઓએ ખુબ જ કુશળતાપૂર્વક વિશ્વ ચોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. શરીરની સાથે સાથે મન અને મગજને પણ સ્વાસ્થ્ય બક્ષતા યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામની રજૂઆતની સાથે જ તેમનું મહત્વ અને ફાયદાની પણ સમજૂતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના માનનીય ટ્રસ્ટી શ્રીમતી નિકીબેન મહેતા ઉપસ્થિત રહ્યા કે જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ શાળામાં આવી વિવિધ પ્રવૃત્તિઓ સતત યોજાય છે. આ ઉપરાંત વાલીમિત્રો પણ અમારા સૌ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી માં સંમેલિત થયા. સૌના સંકલન અને સહકારથી આ કાર્યક્રમ સફળ રીતે સંપૂર્ણ થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!