કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકારનાં દિશા નિર્દેશ અનુસાર તા. ૧લી જુન થી ૧૫ જુન સુધી “જી-૨૦ સમીટ જન ભાગીદારી” કાર્યક્રમો ઉજવવાનું આયોજન કરાયું જેનો સમાપન સમારોહ બી.ડી.એમ.એ હોલ કોલેજ રોડ ભરૂચ ખાતે યોજાયો.કાર્યક્રમની શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝ્યનુલ આબેદીન સૈયદે ૧ થી ૧૫ તા. દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોનો ટુંકસાર રજુ કર્યો.
કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન આપતા નગર પાલિકાના માજી પ્રમુખ ઈન્દિરાબેન રાજ તથા અતિથિ વિશેષ તરીકે પધારેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ભારતીબેન પટેલ દ્વારા પ્રંસગને અનુરૂપ પ્રવચન આપી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા. વિવિધ પ્રકારની હરિફાઈમાં વિજેતા ભાઈ-બહેનોને પ્રોત્સાહિત ઈનામ/ ટ્રોફી અને પ્રમાણપત્રો, તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્રો મહાનોભાવોના હ્સ્તે અર્પણ કરવામાં આવ્યા.
પ્રમુખ સ્થાનેથી સંબોધતા માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે જી20 સમીટમાં ૨૦ દેશોના સમૂહમાં બધા દેશો વિકસીત છે જ્યારે ભારત વિકાશશીલ દેશ છે તેમ છતાં યજમાની પદ મળવું એ ગૌરવની બાબત ગણાવી તેમણે આગામી દિવસોમાં ભારત વિકસીત થઈ આગળ વધશે તે માટે આપણે સૌએ પોતપોતાનાં ક્ષેત્રોમાં પ્રયાસો કરવાના છે.જેએસએસ ભરૂચ દ્વારા યોજાયેલ તમામ જી-૨૦ સમિટનાં કાર્યક્રમોની ભારે પ્રસંસા કરી નિયામક સ્ટાફસભ્યો તથા બોર્ડ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.