ભરૂચના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો. દહેજ બંદરે વાવાઝોડા બીપોરજોયને લઈ એલર્ટ વચ્ચે વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા નર્મદા નદી ગાંડીતુર બનતા મહેગામ ગામના ગ્રામજનો, માછીમારોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
જો કે ભરૂચતંત્ર દ્વારા 3 તાલુકાના 44 ગામોને એલર્ટ વચ્ચે સાગર તટથી 7 કિમીમાં આવેલા 26 ગામો અને અગારીયાઓ પર તંત્રે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. વાવાઝોડાને લઈ જિલ્લા વહીવટી, પોલીસ, ડિઝાસ્ટર, વીજ કંપની, એસ.ટી. તંત્ર પેહેલથી જ સતર્ક હોય અગમચેતીના તમામ પગલાં લઈ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રાહત તેમજ બચાવ માટે ખડેપગે જ છે.પરંતુ તંત્રના આદેશનું પાલન કરતા મહેગામના માછીમારોને નર્મદા ગાંડી બનતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં પણ અમાસના સ્થાને બારસના દિવસે નર્મદામાં ભરતીના પાણી આવતા માછીમારો પોતાની બોટને લાંગરવા તેમજ માછીમારી ન કરવા મજબુર બન્યા છે.
ગ્રાજનોના જણાવ્યાનુસાર અમોએ તંત્રના આદેશનું પાલન કરી માછીમારી કરવા નથી ગયા પરંતુ માછીમારી વિના અમારી રોજગારીનો કોઇ વિકલ્પ ના હોય ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. સામાન્ય રીતે નર્મદામાં અમાસની ભરતી હોય તો જ ગામા સુધી પાણી આવતા હોય છે પરંતુ વાવાઝોના પઅગલે બારસે જ ગામ સુધી પાણી આવતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કિનારે વસેલુ છેલ્લુ ગામ મહેગામ આ અગાઉ પણ પાણી વગર વલખા મારી દૂર સુધી જઈ પાણી લાવવા મજબુર બન્યુ તો છે જ અને હવે વાવાઝોડાના પગલે રોજગારી વિના રહેવાનો વારો આવતા તેમની સ્થીતિ જાયે તો જાયે કહાં જેવી થવા પામી છે.