The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News વર્ષ 2022ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવતા ભરૂચ કલેકટર તુષાર સુમેરા

વર્ષ 2022ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવતા ભરૂચ કલેકટર તુષાર સુમેરા

0
વર્ષ 2022ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવતા ભરૂચ કલેકટર તુષાર સુમેરા

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ પામ્યા છે.

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી 2012 બેચના અધિકારી ડૉ. તુષાર સુમેરાનું જીવન ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે.તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.

વધુમાં ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે જૂન 2022માં ‘માય લિવેબલ ભરૂચ’ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે.આજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દીન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે “કિશોરી ઉત્કર્ષ પહેલ”ના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

વર્ષ 2022માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!