ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર દહેગામ નજીકથી મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ સ્થળે ગુરૂવારના રોજ ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે ગુરૂવારે સવારે 9.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.
ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી. ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. જેના દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી તારીખ 12મીને ગુરૂવારના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ઓપન વેબ સ્ટીલ ગર્ડર્સ (OWG) જેમાં પ્રત્યેક 36 મીટરનો ગાળો અને 200 MT વજન ધરાવતા મેજર રોડ અંડર બ્રિજ (RUB) માટે – 64 ઓવર ભરૂચ – દહેગામ ખાતે WDFC એલાઈનમેન્ટ પર દહેજ રોડ પર ગુજરાતના ભરૂચ જિલ્લામાં ભારતીય રેલ્વે દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું.