
અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં એક તરફ એકપણ સ્થળ ઈ.વી.એમ. કે વીવીપેટની ફરીયાદ તંત્રને મળી ન હતી.અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ પાલિકા ના વોર્ડ નંબર 9 પર પી.ડબલ્યુ ડી. પેટ કચેરી ના બુથ 171 અને 158 બુથ ઉપર વિવાદ સર્જાયો હતો. જેમાં શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતે રહેતા પ્રકાશભાઈ મતદાન બુથ પર મત આપવા પહોંચ્યા હતા જ્યાં પોલીગ બુથ અધિકારીએ તેમનો વોટ અપાય ગયો હોવાનું જણાવતાં તેઓ ચોંકી ઉઠયાં હતાં. મતદાન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે તેમણે હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિક કોંગી નેતા દોડી આવ્યા હતા અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી રજુઆત કરતા અંતે યુવાનને ચૂંટણી પંચ ની જોગવાઈ અનુસાર ટેન્ડર વોટ યુવાન પાસે અપાવ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરના વિવિધ બુથ પર મતદાન મથકે મતદારો ને મોબાઈલ સાથે જતા અટકાવ્યા હતા. કેટલાક મતદારો પોતાના મોબાઇલ માં ઓળખ કાર્ડ સહીત પુરાવા સરકાર ની એપ પર લઇ આવ્યા હતા જો કે તેમના મોબાઈલ બહાર મૂકી ને આવો કહેવામાં આવતા નારાજગી જોવા મળી હતી.