અંગારેશ્વર ગામે બાબા ગોરખનાથ આશ્રમ ની બાજુમાં અતિપ્રાચીન ગ્રામજનો તેમજ આસપાસના લોકોનો ધાર્મિક આસ્થા ધરાવતું કોઠી ના ઝાડ નીચે મામા સરકાર તેમજ ચુડેલ માતાનું સ્થળ આવેલું છે. જ્યાં ઉપસરપંચ મહેશભાઈ પરમાર દ્વારા એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
અંગારેશ્વર ગ્રામજનો મામા સરકાર તેમજ ચુડેલ માતા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અતિથિવિશેષ તરીકે દહેજ જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ હર્નિયા ખાસ ઉપસ્થિત રહી ગુરુજી ના આશીર્વાદ લઇ પ્રાણ પ્રતિષ્ઠા માં ભાગ લીધો હતો.
આજરોજ વૈકુંઠ ચૌદસ ના શુભ દિવસે તેમજ બાબા ગોરખનાથ આશ્રમના મહંત ડૉ જયસ્વાલનો યોગાનુયોગ જન્મદિવસ હોય ગ્રામજનો તેમજ આશ્રમના અન્ય અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશ્રમના મહંત ડોક્ટર જયસ્વાલના જન્મ દિવસની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરેક ગામમાં ગ્રામજનોની માન્યતા મુજબ ગામના સીમાડા ઉપર મામા સરકાર તેમજ ચુડેલ માતાની પૂજા પૂજા કરતા હોય છે. પરંતુ અંગારેશ્વર ગામ ધાર્મિક આસ્થા ગામ હોય ગ્રામજનોએ ઉત્સાહભેર મામા સરકાર તેમજ ચુડેલ માતાની મૂર્તિની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરી અલગથી દાખલો બેસાડે છે.