
ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.સાતમ થી શરૂ થતો આ મેઘોત્સવ દશમના મેઘરાજાની વિદાય સાથે પૂર્ણ થાય છે.આ મેળામાં ઘોઘારાવની હાજરી હોય લાખો શ્રદ્ધાળુઓ નમન કરવા અચુક આવે છે.
જેમાં આજે આંઠમના રોજ ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલ,ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા અને પાલિકા પ્રમુખ અમીત ચાવડા,નીશાંત મોદી,જીજ્ઞેશ મિસ્ત્રી સહિતનાઓ સાથે એસ.પી. લીના પાટીલે પણ ઘોઘારાવ મંદીરે માથું નમાવી છડીઉત્સવનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે અઢીસોથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજના કાર્યકરો દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે આલગ-અલગ શણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.