
ભરૂચમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતપિૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ હેડક્વાટર્સ સ્થીત જિલ્લા તાલીમ કેન્દ્ર,સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.આ બેઠકમાં બંનેવ કોમના આગેવાનોએ સલાહ અને સુચનોની આપલે કરી હતી.
ભરૂચ શહેરમાં ૧ જુલાઈના શુક્રવારે અષાઢી બીજના દિવસે ફુરજા, આશ્રય સોસાયટી અને ઇસ્કોન ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. જેના ભાગરૂપે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ હેડક્વાટર્સ સ્થીત જિલ્લા તાલીમ કેન્દ્ર,સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે એસ.પી.હિન્દૂ- મુસ્લીમ આગેવાનો અને પોલીસ તંત્રના અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. એસ.પી. ડૉ.લીના પાટિલે શહેરના અગ્રણીઓને રથયાત્રા નિમિત્તે તેના રૂટ તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે બંનેવ સમાજના આગેવાનો સાથે વિચાર વિર્મશ કરી જરૂરી સુચનાઓ આપી હતી.
જ્યારે રથયાત્રા દરમિયાન શહેરમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે રથયાત્રા શાંતપિૂર્ણ સંપન્ન થાય તે માટે સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે એસ.પી.ડૉ લીના પાટિલ, ડીવાયએસપી વિકાસ સુંડા સહિતના પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો આગેવાનો હાજર રહ્યા હતા.