The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

0
દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

દેડીયાપાડા તાલુકાના પાટવલી,દેવમોગરા,નાની બેડવાણ, ગારદા બાદ ફરી કોકમ ગામે ધરોમાં આગ લાગવાની ધટના સામે આવી છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ હતી. તેમના કહેવા મુજબ સરપંચને વારંવાર જાણ કરવા છતાં હજુ પણ ગારદાના ગ્રામજનોની મુલાકાતે સુદ્ધાં આવ્યા નથી, જેથી ગ્રામજનોમાં ભારે નારાજગીનો માહોલ ફેલાયો છે.

દેડીયાપાડાના સામાજીક આગેવાન અને પત્રકાર સર્જન વસાવાની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવી કરાયેલ રજૂઆતમાં દેડીયાપાડા તાલુકામાં આવી અનેક વાર ઘટનાઓ બનતી હોય છે થોડા દિવસ અગાઉ જ ગારદા ગામે ડુંગર વિસ્તારમાં આગ લાગી હતી, જેમાં ખેડૂતોના ખેતીના સાધનો તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ગણતરીના કલાકોમાં જ ફરી પાછી કોકમ ખાતે ઘરમાં અચાનક આગ લાગતાં 3 પરિવારો ઘર વિહોણા બન્યા છે.તંત્ર દ્વારા મુકપ્રેક્ષક બનવાના સ્થાને પીડીતોની સહાય કરાઇ તેવી માંગ ઉઠવા પામી છે. હવે જોવું રહયું તંત્ર દ્વારા આવેદનપત્ર ને લઈને લોકોને ન્યાય મળે છે કે નહી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!