કોરોના કાળના બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીકોએ પ્રથમ પંજાબ નેશનલ બેંકમાંથી રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા હોય, છેલ્લા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતા છેલ્લા ૭ દિવસથી દુર દુરથી કામધંધો છોડી રજીસ્ટ્રેશન કરાવવા આવનાર યાત્રાળુઓને બેંકમાં ધરમધક્કા ખાવાનો વારો આવતા નિરાશા છવાઇ છે.
યાત્રા વાંન્છુકોના જણાવ્યાનુસાર તેઓ છેલ્લા ૭ દિવસથી ભરૂચ સોનેરી મહેલ સ્થીત પંજાબ નેશનલ બેંકમાં રજીસ્ટ્રેશન માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે. તેઓ સવારથી સાંજ સુધી તાપ અને ભૂખ વેઠી બેસી રહે છે, પણ ના તો બેંક કર્મીઓ કોઇ સરખો જવાબ આપે છે કે ના તો બેંક મેનેજર હાજર મળે છે. જેના પગલે યાત્રા માટે જવા ઉત્સુક શ્રદ્ધાળુઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના પગલે આજે કંટાળીને યાત્રાળુઓએ બેંક ઉપર હલ્લાબોલ કરી તેમના રજીસ્ટ્રેશન અંગે સત્વરે કાર્યવાહી થાય અને જો ના થાય તેમ હોય તો યોગ્ય જવાબ આપેની રજૂઆત બેંક કર્મીઓને કરી હતી.