- ભરૂચ સિવિલ હોસ્પીટલના આઉટ સોર્સિંગ કર્મીઓને છૂટા કરી પરત ના લેવાતા કલેકટરાલય ખાતે ભીખ માંગી કરી ગાંધીગીરી
આજે બુધવારે સિવિલ સંકુલમાંથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે નીકળી ભરૂચ સિવિલ હોસ્પીટલના આઉટ સોર્સીંગ કર્મીઓએ કલેકટરલય ખાતે પહોંચી ત્યાં ભીખ માંગી પોતાનો સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ સિવિલના કોરોના વોરિયર્સોએ બુધવારે ગાંધીગીરી કરી હતી. તેમને કોઇ કારણ વિના જ નોકરીમાંથી છુટા કરાતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી જ ભીખ માંગી વિરોધ પ્રદર્શીત કરતા રેલી સ્વરૂપે કલેકટરાલય ખાતે પહોંચી પટાંગણમાં બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ભાજપા સરકારની બેવડી નીતિ ઉજાગર કરવા કર્મીઓ દ્વારા “ભાજપ તારા રાજમાં કટોરો અમારા હાથમાં”ના નારા સાથે કલેકટરાલય પટાંગણમાં જ બેસી ભીખ માંગી હતી. સાથે જ જ્યાં સુધી નોકરીપરત નહી મળે ત્યા સુધી ગાંધીગીરી ચાલુ રાખવાની જાહેરાત પણ કરી હતી.
અત્રે એ નોંધવું રહ્યું કે, તેઓ દસ વર્ષથી નોકરી કરતા હોવા છતાં રાતો રાત છુટા કરાતા તેઓ છેલ્લા ૨૦ દિવસથી પોતાની લડત ચલાવી રહ્યાં છે.પરંતુ કોઇ પરિણામ ના મળતા તેમણે વિરોધ થકી ગાંધીગીરી ચાલુ રાખી છે.