• ૧ રૂપિયે ટોકન પર સિવિલ ખરીદી લેનારાઓએ કોન્ટ્રાકટના ૬૦ કર્મીઓના ઘરના ચુલા ઓલવ્યા
  • સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ બાદ કોન્ટાક્ટ કર્મીઓની હાલત કફોડી

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના નાકરાણી અને એમ.જે.સોલંકી ના કોન્ટ્રાક્ટ માં 7 વર્ષ ઉપરથી ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓને કોન્ટ્રાકટ પૂરો થતા નવા કોન્ટ્રાકટમાં ન સમાવી અચાનક છુટા કરી દેવાતા ઘરના ચુલાની ચિંતાએ જાણેકર્મચારીઓ પર આભ તૂટી પડ્યું.

કોરોના જેવી મહામારી હોઈ કે કોઈ પણ જીવલેણ બીમારીઓ હોઈ કે ડી કમ્પોઝ મૃતદેહો ના પી.એમ. હોઈ આવી પરિસ્થિતિમાં પણ ખંત પૂર્વક ફરજ બજાવેલ 60 જેટલા કર્મચારીઓને કોઈ પણ ભૂલ વિના માત્ર કોન્ટ્રાકટ પૂરો થતાં  છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં નિરાશા છવાઇ છે.

કોરોનાની ૩ લહેરમાં પરિવારની અને પોતાના જીવની ચિંતા કર્યા વિના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નાકરાણી અને એમ.જે સોલંકી માં ફરજ બજાવતા કેટલા કર્મચારીઓના પી. એફ.નંબર કે પી.એફ ના નાણાં પણ જમા કરાવામા નથી આવ્યા.છતાં સેવા એજ ધર્મ જાણી  આ કર્મચારીઓએ પુરી ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી તે કર્મચારીઓ સાથે આવો અન્યાય એક તરફ સરકાર આત્મ નિર્ભર બનાવવાની મોટી વાતો અને બીજી તરફ જીવના જોખમે કામ કરતા કર્મીઓના ઘરના ચુલા ઓલવવા એ ક્યાંનો ન્યાય?

કર્મચારીઓનેછુટા કરાતા આજરોજ વાલ્મિકી સમાજ ના આગેવાનો ધર્મેશભાઈ મહિડા,દિનેશ સોલંકી, ધર્મેશ સોલંકી તેમજ સિવિલ હોસ્પિટલ માંથી છુટા કરાયેલ કર્મચારીએ ભેગા મળી ભરૂચ સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. એસ.આર.પટેલ તેમજ આર.એ.પી.એલ ના ગોપી મેખિયાને રૂબરૂ મળી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ માં કામ કરતા કર્મચારીઓ ને છુટા કરેલ છે. તેમને ફરીથી ફરજ પર લઈ લેવા અને તેમના પી.એફ.ના નાણાં પણ તેમને મળવા જોઈએ તેવી રજુઆત કરી હતી.હવે જોવાનું એ રહ્યું કે આ કર્મચારીઓ સાથે કેવો ન્યાય આ મિલિભગ ધરાવતા સતાધિશો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here