નેત્રંગ તાલુકામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ પોલીસ અને વહીવટીતંત્ર સજ્જ થઈ મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાય ગયો હતો.નેત્રંગની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 200થી વધુનો પ્રોટેકશન સ્ટાફ 86 બુથો ઉપર ફરજ બજાવશે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
તાલુકામાં 65872 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.નેત્રંગ તાલુકામાં 23 અતિસંવેદનશીલ અને 7 સંવેદનશીલ પોલિંગ તેમજ 49 સામાન્ય બુથ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને ૧૩ રૂટ માટે 11 જેટલી બસો તેમજ 2 પ્રાઇવેટ વાહનોની ફાળવણી કરી રવાના કરાયા હતા.86 પુરૂષ પુલિંગ ઓફિસર જ્યારે 168 મહિલા પુલિંગ ઓફિસરની ફાળવણી કરવામાં આવી હતી.86 મતપેટીઓથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્ટીગ માટે પણ કર્મચારીઓના ઓર્ડર કરાયા હતા. પ્રિસાઇડિંગ અને આસી. પ્રિસાઇડિંગ ઓફિસર મળી કુલ 172 કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે.
નેત્રંગ તાલુકાનીની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક તરફ સરપંચ અને સભ્ય ઉમેદવારો વોટ મેળવવા વિકાસના વાયદાઓનો પ્રચાર-પ્રસારમાં વરસાદ કરી રહ્યાં છે ત્યારે તાલુકા ચૂંટણી તંત્રે પણ નિર્ભય, સ્વસ્થ અને શાંત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાઈ તે માટે કમરકસી છે. નેત્રંગ તાલુકામાં આવેલી 35 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી શાંત, નિર્ભય વાતાવરણમાં યોજાઈ તે માટે સિક્યોરિટી-પ્રોટેકશન સ્ટાફ તરીકે આશરે ડી.વાય.એસ.પી-૧, પી.આઈ-૧, પી.એસ.આઈ-૪ મળી ૨૦૦ થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે.

•અતુલ પટેલ,ન્યુઝ્લાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here