The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized રાજપીપળા: ઈનામી ડ્રોની લાલચે ત્રણ છેતરાયા

રાજપીપળા: ઈનામી ડ્રોની લાલચે ત્રણ છેતરાયા

0

•અંકલેશ્વર, ભરૂચ અને આણંદના ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

રાજપીપલા ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા પ્રવીણ રતનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે આણંદ કોહિનૂર સોસાયટી માં રહેતા અબ્દુલ રહીમ ગુલામનબી દીવાન, ભરૂચ વેજલપુર પરસીવાડ માં રહેતા અફઝલ યાકુબ મેમણ અને અંકલેશ્વર સુરતી ભાગોળ રહેતા ઇકોકાર લઈને આવેલ મીનહાજ યુનુસ મન્સૂરી આ તમામ સોસાયટીના લોકોને LED TV આપવા ડ્રો કરવાના બહાને મુલાકાત કરતો અને લોભામણી સ્કીમ બતાવતો એડવાન્સ માં 3000 લઇ જઇ ટેમ્પમાં વસ્તુ લઈને આવું કહી ને રફુચક્કર થઈ ગયા હતા.

જયારે બીજી ઘટનામાં માંગરોળ ગામના મલાસર ફળીયામાં આ ત્રણ ઈસમો પહોચીને એજ પદ્ધતિથી આકર્ષક ઇનામો બતાવી લોભામણી જાહેરાતો બતાવી ઘરઘંટી લેવાનું જણાવતા બેકમાં ભરી બેક પાસેજ ટેમ્પો લઈને ઉભા હોવાનું જણાવી રૂપિયા લઈને ભાગી છુટ્યા હતા.

ત્રીજા બનાવમાં રાજપીપળા જિન કમ્પાઉન્ડ પાસે શિવનગર સોસાયટીમાં રહેતા ભારતીબેન દેવેન્દ્રભાઈ વસાવાની ફરિયાદ મુજબ ત્રણ ઈસમો ઇકો ગાડી લઈ સોસાયટીના નાકે આવ્યા હતા. અને તેમના ઘરે આવી ઈનામી ડ્રો ની લાલચ આપી રૂ.100/- ના ભાવની ટીકીટ ખરીદવા જણાવ્યું અને સ્ક્રેચ કરતા ઇનામ નીકળે તો ઇનામ પેટે 3000 ચૂકવી લેવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!