- સાંસદ મનસુખભાઇ વસાવા સહિત અન્ય પદાધિકારીઓના હસ્તે અસરગ્રસ્ત ગુમીના ફળિયાના ૧૧ જેટલા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ્સનું વિતરણ કરાયું
નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકાના પાટવલીના ગુમીના ફળિયામાં તા. ૨ જી માર્ચ, ૨૦૨૨ ના રોજ આકસ્મિક રીતે અચાનક આગ લાગવાની બનેલી ઘટનાથી ૧૧ જેટલા પરિવારોના કાચા ઘરો સળગી ગયા હતાં. જેની ગઇકાલે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ મુલાકાત લઇને આ પરિવારોને આશ્વાસન આપ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે જીવનજરૂરી ચીજવસ્તુઓ-સામગ્રી ઉપરાંત જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળ ગુમીના ફળિયાના ૧૧ જેટલા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ્સ આપી હતી.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા