રાજયના માર્ગ-મકાન,વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરના રોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગ ધ્વારા આમોદ તાલુકાના નાહિયેર-તેગવા-નિણમ-ધમણાદ રોડનુ પહોળો અને મજબુતીકરણ કરવાના કામનું તથા જંબુસર તાલુકામાં આવેલા કુંઢળ એેપ્રોચ રોડને રીસરફેસિંગ તથા કનગામ વારેજા રોડનું રેસરફેસિંગ કરવાના કામનો સમાવેશ થાય છે..

મંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં ઝડપથી આવન જાવન માટે રોડની કનેકટીવીટી ખૂબ જ જરૂરી છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોના રોડને પહોળો તથા મજબુતીકરણ કરવા રાજય સરકાર તત્પર છે તેમણે રાજય સરકાર ધ્વારા અંતરિયાળ વિસ્તારમાં રોડના કરેલા કામોની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મંત્રી સાથે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, આગેવાન પદાધિકારી, માર્ગ અને મકાનના અધિકારીગણ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here