• ગત 5મી ફેબ્રુઆરીએ ઘટના બની હતી
  • અગાઉ 2 કામદારોના મોત થયાં હતાં

અભિલાષા ફાર્મા કંપનીના રિએક્ટર બ્લાસ્ટ માં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગત 5 મી ફેબ્રુઆરી ના રોજ ઘટના બનેલ આ ઘટનામાં બે કામદારોના મોત તેમજ 3 કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. જીઆઇડીસી પોલીસ મથકે જાણ થતા પોલીસે નોંધ કરી હતી.હાલમાં આ ઘટના માં મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે.

ગત 5 મી ફેબ્રુઆરી ના પૂર્વ રાત્રીએ અંકલેશ્વર જીઆઇડીસીની કંપનીમાં રાત્રી કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા બાદ બે કામદારોના મોત થવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDC માં આવેલ અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામ દિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. ત્યારે રીએક્ટરના ઢાંકણ ખોલતા જ રિએક્ટર માં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી.

કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારો ને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી મેઘમણી ચોકડી સ્થિત યોગી એન્જિનિયરિંગ પાસેના ભાડાના ગામમાં રહેતા 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્ર સિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હતા જે પૈકી આજરોજ ગોપાલ સુદામ નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ટેલિફોનિક જાણ કરતા પોલીસે આ પૂર્વે ની ફરિયાદ માં નોંધ લઇ વધુ તપાસ આરંભી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here