- વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, પરિવારના એક સભ્યને રોજગાર આપવાનો વાયદો
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણ સંકલ્પ પત્ર ના નામથી ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રના કવર પજે પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર છે. બીજેપીના સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષોમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર કે સ્વરોજગાર આપવાનો વાયદો કર્યો છે. જેમાં 5 વર્ષોમાં 3 કરોડ યુવાઓને રોજગાર અથવા સ્વરોજગાર આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાથે કોલેજ જનાર હોશિયાર વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી આપવાનો વાયદો પણ કર્યો છે. ખેડૂતોની આવક ડબલ કરવાના ઉદ્દેશ્યથી ઘણા પ્રકારના પગલા ભરવાની વાત કરવામાં આવી છે. ભાજપા તરફથી જાહેર કરાયેલા લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં ઉજ્જવલા યોજના અંતર્ગત હોળી અને દિવાળીના પ્રસંગે 2 સિલેન્ડર મફત આપવાનો વાયદો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
ભાજપના લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં શું છે ખાસ
– દરેક ઘરમાં એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે.
– અન્નપૂર્ણા યોજના હેઠળ સસ્તું અનાજ આપવામાં આવશે.
– ચોક્કસ માપદંડ હેઠળ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે.
– દરેક વિધવા અને નિરાધાર મહિલાને દર મહિને 1500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
– વિદ્યાર્થીઓ માટે ટેબલેટ અને સ્માર્ટ ફોન યોજના
– ખેડૂતો માટે પાક વીમા યોજના.
– ખેડૂતોને સિંચાઈ માટે મફત સોલાર પંપ આપવામાં આવશે.
- યુપી બીજેપી સંકલ્પ પત્રમાં મોટી જાહેરાતો
સીમાંત અને નાના ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ બમણી કરવામાં આવશે, કોલેજ જતી વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓને સ્કૂટી આપવામાં આવશે, વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે, ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે.