ભરૂચમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને બંધારણના મૂલ્યો જન-જન સુધી પહોંચાડવાના હેતુથી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય ‘ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરેલી આ ગૌરવ યાત્રા શહેરના આઇકોનીક પાંચબત્તી સર્કલ થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ રેલવે સ્ટેશન રોડ પર આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રા દરમિયાન ‘સંવિધાન આપણું અભિમાન, બંધારણ આપણું સ્વાભિમાન’ના નારા સાથે બંધારણના મહત્ત્વ અને તેના મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ ગૌરવ યાત્રામાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, નિરલ પટેલ, પ્રકાશ મોદી સહિતના ભાજપના આગેવાનો, કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. યાત્રાના સમાપન પ્રસંગે રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય બંધારણના ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જાળવી રાખવા તથા લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here