અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં માટી ભરેલા ભારે ડમ્પરોની અવરજવર સામે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું છે. તેમણે ખેતીના રસ્તા પરથી ઓવરલોડ ડમ્પરોની અવરજવર બંધ કરવાની માંગ કરી છે, તેમજ નંદાવ નજીક માટી ખોદકામ સામે આક્ષેપ કર્યો છે. આંદોલનમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.

નંદાવ નજીક માટી ખોદકામ અંગે ગ્રામજનોનો આક્ષેપ
ગ્રામજનોના જણાવ્યા મુજબ, નંદાવ ગામ નજીક માટીનું ખોદકામ ચાલી રહ્યું છે. અગાઉ તળાવમાં ખોદકામ થયું હતું અને હવે ખાનગી ખેતીની જમીનમાં પણ ખોદકામ થતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો ખેતીના રસ્તા પરથી પસાર થાય છે. ભારે વાહનોની સતત અવરજવર થવાથી ગામના રસ્તા તૂટી રહ્યા છે.
વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી ન કરી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. આ કારણે મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ડમ્પરોની અવરજવર બંધ કરવાની માંગ કરી છે.





