ભરૂચ જિલ્લા ઓપન અંડર-16 લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મુન્સી સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ કમિટીના ચેરમેન મનીષ નાયકના હસ્તે મેચનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

BCAના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ આયોજનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના ઉભરતા યુવા ક્રિકેટરોને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવા માટે એક યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, ખેલાડીઓને સ્પર્ધાત્મક ક્રિકેટનો વાસ્તવિક અનુભવ મળે અને ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થાય તે માટે એસોસિએશન સતત પ્રયત્નશીલ છે.

આ ટુર્નામેન્ટની મેચોના સફળ આયોજન માટે ગ્રાઉન્ડની સુવિધા અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા મુનશી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. ટ્રસ્ટના આ સહયોગથી સ્થાનિક યુવા ખેલાડીઓને રમવા માટે વધુ સારી તકો અને પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ પ્રસંગે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમો અને ખેલાડીઓને રમતગમતની ભાવના, શિસ્ત અને ખેલદિલી સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ દુષ્યંત પટેલ, ટુર્નામેન્ટ કમિટીના ચેરમેન મનીષ નાયક અને માનદ મંત્રી ઇસ્તિયાક પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here