•ભરૂચના યંગસ્ટર્સને આગળ ધપાવવાનો બી.ડી.સી.એ દ્વારા કરાયો પ્રયત્ન
ભરૂચ ક્રિકેટના ઇતીહાસમાં પહેલી વખત ભરૂચ જિલ્લા ક્રિકેટ અસોશિયશન ના પ્રમુખ, ગુજરાત સરકાર માં નાયબ મુખ્ય દંડક, ભરૂચના ધારા સભ્ય દુષ્યંત પટેલ ના માર્ગ દર્શન હેઠળ તથા ભરૂચનું ગૌરવ અને આંતરાષ્ટ્રીય ખેલાડી મુનાફ પટેલ ના મેન્ટર સીપ હેઠળ ફક્ત ભરૂચના ખેલાડીઓ માટે ઇન્ડીયન પ્રિમીયર લીગ (આઇ.પી.એલ.) ના થીમ ઉપર ભરૂચ પ્રિમિયર લીગ નું આયોજન થવા જઇ રહેલ છે.
જેમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિયેશન દ્વારા ભરૂચ જિલ્લાના જ ક્રિકેટમાં પારંગત એવા યંગસ્ટર્સને ક્રિકેટમાં રાજય અને વિશ્વના ફલક ઉપર રમવાનો મોકો મળે અને જિલ્લાનું નામ ગૌરંવિત થાય તે હેતુસર આઇપીએલ થીમ ઉપર ભરૂચ પ્રિમિયર લીગનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો.
આ લીગ માટે ૮ જેટલી ફ્રેંચાઇસીને આમંત્રીત કરી ભરૂચ લોડ્સ રંગઇન હોટલ ખાતે આઇકોન ખેલાડીઓ માટે એક ડ્રો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફુલ ૮ ફેન્ચાઇસીઓ ને ઇન્વીટેશન થી એન્ટ્રી આપવામાં આવી હતી અને આ ટીમમાં રમવા માટે ઓનલાઇન લીંક ઉપર જીલ્લા ના ફુલ ૧૨૦૦ જેટલા ખેલાડીઓ પૈકી અન્ડર- ૧૯ ના ફુલ ૧૯૦, અન્ડર-૨૩ ના ફુલ ર૮૮ અને સીનીયર કેટેગરી ના ૬૦૦ જેટલા ખીલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવાયું હતું. સાથે દરેક ફેન્ચાઇઝ ને ટીમ બનાવામાટે પુરતી તક મળે એ હેતુસર લીગ ના આઇકોન ખેલાડી તથા બાકીના ૧૪ ખેલાડી ડ્રો સીસ્ટમ થી લેવામા આવ્યા હતા.
ઉપરોક્ત લીગ ના ઇવેન્ટ ચેરમેન ભરૂચ જીલ્લા ક્રિકેટ એશોસીયેશન ના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર તથા સહ માનદ મંત્રી વીપુલ ઠકકર કો-ઇંવેન્ટ ચેરમેન છે. જેઓ આ લીંગ ને સફળ બનાવવા ખુબ જેહમત ઉઠાવી રહયા છે.