ભરૂચ રાજપીપળા ચોકડી પર નોકરી પરથી બાઇક લઇ પરત આવતા ૧૯ વર્ષીય યુવાન ડમ્પરના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળેજ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું.

ભરૂચના શુકલતીર્થ ગામે જૂની બેંક ફળીયામાં રહેતા જયદત્તસિંહ હરેન્દ્રસિંહ ડોડિયા ઉ.19 આજ્રરોજ અંકલેશ્વર ખાતેની ડેક્કન કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે નોકરી હોય ગયો હતો. જ્યાંથી ઘરે પરત પોતાની બાઇક નં. GJ-16-CG-4286 લઈને આવી રહ્યો હતો. ત્યારે રાજપીપળા ચોકડી નજીક એક ડમ્પરની પાછળના ભાગમાં બાઇક સાથે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કમ્મર થી નીચેનો ભાગ ઉપર ડમ્પરનું તોતીંગ વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓના પગલે કોઇ સારવાર મળે તે પહેલા જ જયદત્તસિંહનું કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ વાયુવેગે શુકતીર્થ ગામે થતાં જ તેના સ્નેહીજનો અને મિત્રો ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.એકાએક આશાસ્પદ નવયુવાનના મોતના પગલે મિત્રવર્તુળ સહિતનાઓમાં ગમગીની ફેલાઇ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ધટના સ્થળની મુલાકાત સાથે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની શોધ આરંભી અને ભરૂચ સિવિલ આવી મૃતકની લાશને પી.એમ. કરાવવા જરૂરી કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here