ભરૂચ સ્થિત પાજારાંપોળ ખાતે કુમારિકા પૂજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ પાંજરાપોળ ખાતે ના કાર્યક્રમ માં ભરૂચ જિલ્લા ભાજપ ના પ્રમુખ પરેશભાઈ લાડ હાજર રહી કુમારિકા ઓ ના પગ ધોઈ કંકુ નો ચાંદલો કરી હાર પહેરાવી માતૃ શક્તિનું નવરાત્રી માં પૂજન કરી આરતી ઉતારી હતી.
ત્યારબાદ ભોજન માં ખીર ,પુરી ,હલવો કુમારિકાઓ ને ભોજન પણ પરેશભાઈએ પીરસું હતું અને કુમારિકાઓ ને દક્ષિણા નું પણ વિતરણ કર્યું હતું, સાથે લલિતભાઈ શર્મા જી પણ કુમારિકા પૂજન ,ભોજન માં સુંદર સહયોગ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહેન્દ્રભાઈ કંસારા એ કર્યું હતું જયારે પૂજન થી ભોજન સુધી ની તમામ વ્યવસ્થા માં મુખ્ય ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટ સાહેબે ઝીણવટભરી યોગદાન આપી કાર્યક્રમ સફળ.બનાવ્યો હતો.
આ પ્રસંગે જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ,રાજેશભાઈ ચૌહાણ , અનિલભાઈ રાણા ,પ્રદીપભાઈ રાવલ ,વિકકીભાઇ ,રશ્મીકાન્તભાઈ કંસારા ,હેમંતભાઈ જાદવ ,રવિભાઈ જોશી ,સોની પરિવાર દાંડિયા બજાર તરફતી બાળકીઓને કીટ આપવામાં આવી હતી.
સંસકૃતી સેવા સમાજ સંગઠનના શ્રીમતી હેમાબેન પટેલ તથા તેમની ટીમ ,નરેશભાઈ રાણા ,તથા ગૌ પૂજારી કૌશિકભાઈ જોશી એ પૂજન વિધિ કરાવી હતી.પરેશભાઈ લાડે પ્રસંગો ચિત્ત ઉદબોધન કર્યું હતું કુમારિકાઓ ના આશીર્વાદ લીધા હતા.





