જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વ8વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી થાય તે માટે બાળમેળાની પ્રવૃત્તિ ધોરણ 1 થી 5 ના બાળકો માટે યોજવામાં આવી હતી.

આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, ચીટકકામ,કાગળકામ,ગડીકામ,છાપકામ,રંગોળી, વિવિધ રમતો,ગીત-સંગીત,અભિનયગીત જેવી વિવિધ પ્રવૃતિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે,સહકાર-નેતૃત્વ-લોકશાહીની ભાવના – સાહસિકતા તેમજ બાળકોની મનોસામાજીક માવજત થાય એ હેતુ સાર્થક નીવડે તેવા આશયથી શાળાનાં આચાર્ય પારસબેન પટેલ,શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ,નિતેશકુમાર ટંડેલના માર્ગદર્શન હેઠળ બાળમેળાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.અને તમામ બાળકોનો એક જ સૂર હતો કે અમને ખૂબ જ મજા પડી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here