દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે પર્સનાલિટી એક મહત્વનું પાસુ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની મેક અપ લેબ અને ભરુચના હિમાની ઝાંબરે દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન થયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર-જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ભરૂચની કે જે ચોક્સી લાઈબ્રેરી ખાતે સુરતના મેક અપ લેબના ધવલભાઈ મારાડિયા અને ભરૂચના મોડલ હિમાની ઝાંબરેના સંયુક્ત ઉપક્રમે પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન થયુ હતું.  આ સેમિનાર કરવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે, અલગ અલગ ક્ષેત્રમાં મહિલઓ આગળ વધી શકે, તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય તેમજ તેમના રહેલો સંકોચ દૂર થાય. આ ઉપરાંત પોતાની પર્સનાલિટી સાથે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારુપ અને ઉદાહરણ રુપ બની શકે. આ માટે હિમાની ઝાંબરે દ્વારા પર્સનાલિટીને લગતા અલગ અલગ પાસાની સમજ અને ઉપયોગી ટિપ્સ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ભરૂચ શહેર અને જિલ્લાની તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓેએ ભાગ લીધો હતો. કાર્યક્રમને મળેલી સફળતા બાદ આગામી દિવસોમાં અલગ અલગ વિષય પર અન્ય સેમિનાર કરવા માટે પણ મેકઅપ લેબ અને હિમાની ઝાંબરે દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here