દહેજ આમોદ રોડ ઉપર આવેલ પણીયાદરા ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર આવેલ ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી અઅવતા ચકચાર મચી જવા પામી હતી.
દહેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 31/05/024 ના રોજ દહેજ આમોદ રોડ ઉપર આવેલ પણીયાદરા ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર રિલાયન્સ SP-1 ઓફિસની સામે ખુલ્લા ખેતરોમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ દહેજ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ ઉપર યુવકનો લાશ લટકતી જોવા મળી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં મરણ જનાર યુવક વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આંટી ગામનો યાકુબભાઈ રહીમભાઈ મલેક ઉ.વ 32 હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે, તે જાણી શકાયું નથી.હાલમાં તો પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.