વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ ભરૂચ દ્વારા હરિયાણામાં ધાર્મિક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં ધરણાં પ્રદર્શન યોજાયું
હરિયાણાના મેવાતમાં હિન્દુઓની ધાર્મિક યાત્રા પર થયેલા હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિન્દુ યાત્રા પર જેહાદી માનસિકતા ધરાવતા તત્વોએ હુમલો કરી અનેક વાહનોને આગ ચાંપી કરી નુકસાન પહોંચાડ્યું છે.
હરિયાણાના કોમી હિંસાના પ્રત્યાઘાતો દેશના અલગ અલગ ભાગોમાં પડી રહ્યા છે. ત્યારે ગત સાંજે ભરૂચના પાંચબત્તી ખાતે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવવા આવ્યો હતો અને આ હુમલામાં સંડોવાયેલા લોકોને જેલનાં સળિયા પાછળ ધકેલી કડક હાથે કામ લઈ અને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી છે.આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ ભરૂચના આગેવાનો જોડાયા હતા.