તારીખ ૨૯ જૂન ૨૦૨૩ ગુરુવાર ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ના પ્રમુખ ડો વિહંગ સુખડિયા અને ટીમ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન થયેલા ઉત્કૃષ્ટ કાર્યો ને બિરદાવવા હેતુ મેગા એવોર્ડ સેરેમની નું આયોજન P D શ્રોફ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચ ને સમગ્ર ડીસટ્રીક્ટ ૩૦૬૦ ની ૧૦૮ ક્લબ પૈકી સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.જેમાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્લબ , બેસ્ટ પ્રેસિડન્ટ પ્લેટીનમ કેટેગરી, બેસ્ટ ઓફ ધ બેસ્ટ સેક્રેટરી, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓફિસિયલ ક્લબ વિઝીટ તેમજ પબ્લીક ઈમેજ , સર્વિસ પ્રોજેક્ટ, કોમ્યુનિટી સર્વિસ અને અન્ય અવેન્યુઝ માં પણ સર્વોત્તમ કક્ષા ના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
આ ઉપરાંત પ્રેસિડેન્ટ ડો વિહંગ સુખડિયા દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સભ્યો ને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રો માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રેસિડેન્શીયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ભરૂચ ના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના ૨૦૨૫-૨૬ ના ડીસટ્રીક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટ સહિત ઘણી મોટી સંખ્યા માં રોટેરીયન્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન રોટેરિયન ગુંજન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું