અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરમાં અનેક આગ લાગવાના બનાવો બનતા રહે છે. ત્યારે આજે સવારે વધુ એક આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે કંપનીમાં કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ લાશ્કરો સાથે સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આ આગા એટલી વોકરાળ હતી કએ લગભગ ૭ જેટલા ફાયર ફાઈટરની મદદ વડે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા હતા.આ આગની જાણ થતાં જ ફેકટરી અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે કંપની બંધ હોય માત્ર તેમાં અમુક જ કર્મી હોય કોઇ જાન હાની ન થતા હાશકારો અનુભવાયો હતો,પરંતુ હજુ આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here